ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા Nitin Chauhan નું 35 વર્ષની વયે નિધન

Amit Darji

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રી ના પ્રખ્યાત અભિનેતા Nitin Chauhan નું 35 વર્ષની વયે નિધન નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. નીતિન ચૌહાણ ના આકસ્મિક અવસાન થી ટીવી જગતમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. અભિનેતાના નિધનથી દરેક વ્યક્તિ, ચાહકો અને સેલેબ્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો દ્વારા નીતિન ના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, નીતિન ‘સ્પ્લિટ્સવિલા 5’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ માં પણ જોવા મળી ચુક્યા છે. આ કારણોસર સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ રહેલી છે.

નીતિન ચૌહાણ ના નિધનના સમાચાર ટીવી અભિનેત્રી વિભૂતિ ઠાકુરે દ્વારા ચાહકોને આપવામાં આવ્યા છે. વિભૂતિ ઠાકુરે દ્વારા પોતાના ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં તેણે નીતિન સાથેની એક તસવીર શેર કરવામાં આવી છે અને એક ઈમોશનલ નોટ લખવામાં આવી છે. વિભૂતિ દ્વારા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘રેસ્ટ ઈન પીસ મોય ડીયર…સાંભળીને ખૂબ જ આશ્ચર્ય અને દુઃખ થયું છે. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. વિભૂતિની આ પોસ્ટે બધા ને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચાહકો દ્વારા હવે સોશિયલ મીડિયા પર નીતિનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં નીતિન ચૌહાણ ની છેલ્લી પોસ્ટ ચાહકોમાં વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે પોતાની એક શાનદાર તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે ખૂબ જ હેન્ડસમ જોવા મળી રહ્યા હતા.

કોણ છે નીતિન ચૌહાણ

તેની સાથે જણાવી દઈએ કે, નીતિન ચૌહાણ નો જન્મ યુપીના અલીગઢમાં થયો હતો. તે રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા માટે જાણીતો છે, પરંતુ તે રિયાલિટી શો દાદાગીરી 2 ના વિજેતા રહી ચુક્યા છે. તે સ્પ્લિટ્સવિલા સીઝન 5 નો વિજેતા રહ્યો હતો. આ સિવાય તે ક્રાઈમ પેટ્રોલ ના ઘણા એપિસોડમાં જોવા મળી ચૂક્યો છે. તે છેલ્લી વખત વર્ષ 2022 માં ટેલિકાસ્ટ માં થયેલ ટીવી સીરીયલ ‘તેરા યાર હું મેં’ જોવા મળ્યા હતા.

- Advertisement -
Share This Article
Leave a comment