મહારાષ્ટ્ર ચૂંટણીમાં ‘Dolly Chaiwala’ ની એન્ટ્રી, ભાજપના આ દિગ્ગજ નેતા સાથે પ્રચાર કરવા પહોંચ્યા

Amit Darji

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 ની તારીખો ખુબ જ નજીક આવી ગયેલ છે. તેના લીધે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. હવે નેતાઓ દ્વારા પણ પોતાની પ્રસિદ્ધિ માટે સેલિબ્રિટીની મદદ લેવામાં આવી છે.

આ બાબતમાં નાગપુરમાં આવું જ કંઇક જોવા મળ્યો છે. નાગપુર પૂર્વના ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત પ્રચાર સભામાં પ્રખ્યાત Dolly Chaiwala દ્વારા પણ હાજરી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ચુંટણી પ્રચાર દરમિયાન તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને નાગપુર પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે દેખાયા હતા.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં રહેલી છે. એવામાં મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા સેલિબ્રિટી નો સહારો લેવામાં આવી રહ્યો છે. બીજેપી નેતા અને નાગપુરના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ડોલી ચાયવાલા સાથેની એક તસવીર શેર કરવામાં આવી છે.

- Advertisement -

તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, ભાજપના પ્રચારમાં ડોલી ચાયવાલા સાથેની તસવીર શેર કરતા સમયે ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય દ્વારા લખવામાં આવ્યું છે કે, “નાગપુર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ અને પેજ કમિટીના કાર્યકર્તાઓ સાથે બેઠક અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ દ્વારા સતત મહેનત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ પ્રસંગ દરમિયાન ભાજપના ઉમેદવાર કૃષ્ણા ખોપડે સહિત અનેક પક્ષના સભ્યો દ્વારા હાજરી આપવામાં આવી હતી.

જ્યારે મહારાષ્ટ્રમાં ચુંટણીની વાત કરીએ તો 20 મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં એક સાથે મતદાન થવાનું છે. જ્યારે મતદાનના ત્રણ દિવસ બાદ 23 નવેમ્બરના ચૂંટણી પરિણામો જાહેર કરાશે.

- Advertisement -
Share This Article
Leave a comment