Panchmahal માં ઇકો કાર અને ટેન્કર નો સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

Amit Darji

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાના બનાવ સામે આવતા રહે છે. લોકોની બેદરકારીના લીધે અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો જોવા મળ્યો છે. ત્યારે આ અકસ્માતમાં નાનાથી લઈને મોટા ભોગ બને છે. જ્યારે આજે આવી જ એક બાબત Panchmahal માં ગોધરાના ગોલ્લાવ થી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, Panchmahal માં ગોધરાના ગોલ્લાવ નજીક ઇકો કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં જાણકારી સામે અવી છે ઇકો કારમાં સાત લોકો સવાર હતા. જેમાં ચાર વ્યક્તિઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ઈકો કાર અને ટેન્કર વચ્ચે Panchmahal માં ગોધરાના ગોલ્લાવ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગાડીમાં સાત લોકો સવાર રહેલા હતા જેમાંથી ચારના મૃત્યું થયા જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક છોટાઉદેપુર જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

તેની સાથે ઘટનાની જાણકારી મળતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા 108 ને પણ ફોન કરીને બોલાવી લેવામાં આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને બહાર કાઢવા માટે લોકોને ભારે જહેમત ઉઠાવી પડી હતી. અકસ્માત સર્જાતા ઇકો કારનો કુચ્ચો બોલી ગયો હતો. અકસ્માતમાં પાંચ લોકોના મોત થતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ ઉભો થઈ ગયો છે.

Share This Article
Leave a comment