રાજકીય અશાંતિના લીધે Bangladesh ક્રિકેટ ટીમ ટ્રેનિંગ માટે પહોંચશે પાકિસ્તાન, જાણો સંપૂર્ણ વિગત….

Amit Darji

પાકિસ્તાન ક્રિકેટ (પીસીબી) ને શનિવાર ની જાહેરાત કરી છે કે, Bangladesh ની સીનિયર ક્રિકેટ ટીમ 13 ઓગસ્ટના પાકિસ્તાન પહોંચવાની છે કેમ કે, રાજકીય અશાંતિના લીધે તેમની બે મેચની ટેસ્ટ સીરીઝની ટ્રેનિંગ બાધિત છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) એ આ સંબંધમાં પીસીબીના આમંત્રણ નો સ્વીકાર કરી લીધો છે.

બાંગ્લાદેશ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ પાકિસ્તાન સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 21 થી 25 ઓગસ્ટ દરમિયાન રાવલપિંડીમાં જ્યારે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન કરાચીમાં રમાવવા ની છે. પીસીબીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન નસીર દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ ઘણા ખુશ છે કે, બીસીબી એ તેમનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે.

પીસીબીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન નસીરે વધુમાં જણાવ્યું છે કે, ‘રમત માત્ર જીતવા અને હારવાની નથી. તે ભાઈચારાની વાત પણ રહેલી છે. મને વિશ્વાસ છે કે, લાહોરમાં વધારાનું તાલીમ સત્ર બાંગ્લાદેશના ખેલાડીઓને વૈશ્વિક મંચ પર તેમની કુશળતા અને પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડશે. BCB ના ચીફ એક્ઝિક્યુટિવ નિઝામ ઉદ્દીન ચૌધરી દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ને પાકિસ્તાનમાં વધારાની તાલીમ લેવાની તક આપવા બદલ PCB નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -

તેમણે જણાવ્યું છે કે, “તેનાથી ખેલાડીઓને નિશ્ચિતપણે પરિસ્થિતિને અનુકૂળ થવા માં અને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીરીઝ માટે સારી તૈયારી કરવામાં ચોક્કસપણે મદદ પ્રાપ્ત થશે. બાંગ્લાદેશના ખેલાડી ઓ 16 ઓગસ્ટ સુધી ગદ્દાફી સ્ટેડિયમમાં ટ્રેનિંગ લીધા બાદ રાવલપિંડી જશે અને 18 ઓગસ્ટથી અભ્યાસ સ્તરમાં ભાગ લેશે. 2020 પછી બાંગ્લાદેશ નો પાકિસ્તાન નો આ પ્રથમ પ્રવાસ રહેલો હશે.

Share This Article
Leave a comment