Ahmedabad માં નશામાં ધૂત નબીરાએ સર્જાયો અકસ્માત, આંબલી-બોપલ રોડ પર પાંચ વાહનોને લીધા અડફેટે

Amit Darji

રાજ્યમાં સતત અકસ્માતની ઘટના ઓ વધારો થઈ રહ્યો છે. અકસ્માતને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત Ahmedabad ના બોપલ વિસ્તારથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર એક નશામાં ચૂર કાર ચાલક દ્વારા એક બાદ પાંચ વાહનોને અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં કાર ચાલક નશાની હાલતમાં હોવાના લીધે તે ભાગી શક્યો નહોતો. તેના લીધે લોકો દ્વારા તેને પકડી મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના આંબલી બોપલ વિસ્તારમાં પાંચ જેટલી કાર અને બાઇકો ને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના આંબલી ઇસ્કોન રોડ પર ફરી એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં નબીરોઓને આંતક વધતો જોવા મળી રહ્યો છે. બોપલમાં નશામાં ધૂત કાર ચાલક દ્વારા બેફામ બની કાર ચલાવવામાં આવી હતી. તેની સાથે આ નબીરા દ્વારા અન્ય વાહનોને પણ અડફેટે પણ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.

જ્યારે ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારી કાર પણ અડફેટે લેવામાં આવી હતી. બીજા વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 100 થી વધુ ની સ્પીડમાં કાર ચાલક દ્વારા કાર ચલાવવામાં આવી રહી હતી. આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં મળે ત્યાં સુધી તે સુધરશે નહીં. કારના અકસ્માત બાદ કારમાં બેઠા-બેઠા કારચાલક સ્મોકિંગ કરી રહ્યો હતો. કારમાંથી બહાર કાઢ્યો તો સ્પ્રે લગાવી રહ્યો હતો. તેના દ્વારા રસ્તા પર વાંકીચૂકી ગાડી ચલાવવામાં આવી રહી હતી. મારી ગાડીને ટક્કર માર્યા બાદ આગળ એક્ટિવા પર જતી યુવતીને પણ તેના દ્વારા ટક્કર મારવામાં આવી હતી. આ વ્યક્તિ નશામાં ધૂત રહેલો હતો. તેના દ્વારા કોઇ અલગ પ્રકાર નું સ્પ્રે પણ નાખવામાં આવી રહ્યું હતું. અમારા દ્વારા પોલીસને આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી ત્યાં સુધીમાં 40 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. આ દરમિયાન તેના દ્વારા ફરી ગાડી ને રેસ આપવામાં આવી અને અન્ય ત્રણ કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કેટલીક બાઇકને કચડી નાખી હતી. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાની ની ઘટના સર્જાઈ નહોતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ઓડીચાલક નશામાં ધૂત રહેલા હતો અને તેના દ્વારા બેફામ ગાડી ચલાવવામાં આવી હતી. તેની સાથે કારચાલક નબીરા દ્વારા એક સાથે પાંચ જેટલી કારને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તેની સાથે અમદાવાદના આંબલી બોપલ રોડ પર ટાટા શો રૂમ પાસે સર્જનાર કાર ચાલકને ભેગા થયેલા ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો.

Share This Article
Leave a comment