Donald Trump એ એલોન મસ્ક અને વિવેક રામાસ્વામી ને મોટી જવાબદારી આપતા આપ્યું મોટું નિવેદન

Amit Darji

અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. Donald Trump દ્વારા ટેસ્લાના વડા એલોન મસ્ક અને કરોડપતિ ઉદ્યોગસાહસિક માંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને મોટી જવાબદારી સોંપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, એલોન મસ્ક અને રામાસ્વામી દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ની નેતૃત્વ કરવામાં આવશે.

તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, એલોન મસ્ક અને રામાસ્વામી દ્વારા મારા વહીવટ માટે સરકારી અમલદારશાહીને નાબૂદ કરવા, વધારાના નિયમોને ઘટાડવા, ખોટા ખર્ચમાં કાપ મૂકવા અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ સરળ બનાવશે.

મસ્ક દ્વારા સરકારી કાર્યક્ષમતા વિભાગનો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને ત્યારથી તેમને સતત પ્રમોટ કરાઈ રહ્યા છે. ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એજન્સી દ્વારા સમગ્ર ફેડરલ સરકારનું સંપૂર્ણ નાણાકીય અને પ્રદર્શન ઓડિટ કરશે અને સુધારા માટે ભલામણો કરવામાં આવશે.

- Advertisement -

Donald Trump gave a big statement giving big responsibility to Elon Musk and Vivek Ramaswamy12

જ્યારે ગયા મહિને પત્રકારો સાથે વાતચીત કરતા સમયે એલોન મસ્ક દ્વારા સરકારી ખર્ચમાં $ 2 ટ્રિલિયનનો ઘટાડો કરવાનો ટાર્ગેટ જણાવવામાં આવ્યો હતો. વ્યવહારિક રીતે, નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે, ખર્ચમાં ઘટાડો કરવાથી નિયમન અને નીતિમાં ફેરફાર કરવામાં આવી શકે છે જે મસ્કની કંપનીઓ, ખાસ કરીને ટેસ્લા, સ્પેસએક્સ, એક્સ અને ન્યુરાલિંક પર સીધી અસર પહોંચશે.

- Advertisement -

રામાસ્વામીની વાત કરીએ તો તે એક શ્રીમંત બાયોટેક ઉદ્યોગસાહસિક રહેલ છે. તે ગયા વર્ષે પ્રથમ વખત રિપબ્લિકન પાર્ટીના નોમિનેશન માટે ચૂંટણી લડ્યા હતા. તેમણે આ અઠવાડિયાની શરૂઆતમાં એબીસીને જણાવ્યું હતું કે, તેઓ ટ્રમ્પની કેબિનેટમાં સંભવિત ભૂમિકાઓ લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. તેમ છતાં રામાસ્વામી પાસે સરકારનો કોઈ અનુભવ રહેલ નથી, પરંતુ તેમણે કોર્પોરેટ સેક્ટરમાં ખર્ચ ઘટાડવા પર ભારે મુકેલ છે.

તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી કમલા હેરિસને 69 ઈલેક્ટોરલ વોટથી હરાવીને જીત મેળવવામાં આવી હતી. ત્યાર બાદ તેમને આપેલ નિવેદનમાં આપેલ નિવેદન ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરતા તેમને એક અદ્ભુત અને સુપર ટેલેન્ટેડ વ્યક્તિ કહ્યા હતા. તેની સાથે તે પણ ઉલ્લેખ કર્યો હતો કે, અબજોપતિ દ્વારા તેમની સાથે ફિલાડેલ્ફિયા અને પેન્સિલવેનિયામાં પ્રચાર કરવા માટે બે અઠવાડિયા પસાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

 

Share This Article
Leave a comment