હૈદરાબાદમાં શો પહેલા Diljit Dosanjh ને મળી કાનૂની નોટિસ, જાણો સમગ્ર અહેવાલ…

Amit Darji

પ્રખ્યાત પંજાબી ગાયક Diljit Dosanjh દ્વારા આ દિવસોમાં દેશભરમાં દિલ લ્યુમિનાટી કોન્સર્ટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં શાનદાર કોન્સર્ટ બાદ હવે દિલજીત હૈદરાબાદમાં એક શો કરવાના છે પરંતુ આ શો પહેલા જ સિંગરને લીગલ નોટિસ પ્રાપ્ત થઈ છે. વાસ્તવમાં, તેલંગાણા સરકાર દ્વારા કોન્સર્ટ આયોજક સમિતિને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે અને કેટલીક શરતો મુકવામાં આવી છે. આ નોટિસમાં સૂચના અપાઈ છે કે, દિલજીત દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા કોઈ પણ ગીત ગાઈ શકશે નહીં.

તેની સાથે જણાવી દઈએ કે, Diljit Dosanjh નો દિલ-ઈલુમિનેટી કોન્સર્ટ દેશના 10 શહેરોમાં યોજવામાં આવી રહ્યો છે. દિલજીત દ્વારા દિલ્હીમાં કાર્યક્રમ દરમિયાન ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવામાં આવ્યા હતા. તેને જોતા તેલંગણા સરકાર દ્વારા હવે હૈદરાબાદમાં શો પહેલા ગાયકને નોટિસ મોકલવામાં આવી છે. ચંદીગઢના પ્રોફેસર પંડિતરાવ ધરનેવાર દ્વારા દિલજીત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ નોટિસ જાહેર કરવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે, પ્રોફેસર દ્વારા ગાયક વિરુદ્ધ લાઈવ શોમાં હિંસાથી ભરેલા ગીત પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.

દિલજીત આ નોટિસ રંગારેડ્ડી જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલ છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, ‘અમે લાઇવ શોમાં ડ્રગ્સ અને હિંસાનો પ્રચાર કરતા રોકવા માટે આ નોટિસ અગાઉથી આપી રહ્યા છીએ.’ તેના સિવાય નોટિસમાં તે વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોન્સર્ટ દરમિયાન બાળકોને સ્ટેજ પર લઈને ના આવે. તેમણે જણાવ્યું છે કે, ‘WHO ના રિપોર્ટ મુજબ જ્યાં પુખ્ત વયના લોકો જ્યાં 140 ડેસિબલથી અને બાળકો 120 ડેસિબલથી વધુ અવાજના સંપર્કમાં આવવા જોઈએ નહીં. તેના લીધે માર્ગદર્શિકા જણાવી રહી છે કે, લાઇવ શો દરમિયાન 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ટેજ પર મંજૂરી અપાતી નથી. કારણ કે અવાજનું દબાણ 120 ડેસિબલથી ઉપર જતું હોય છે. તેના સિવાય તેજ લાઈટની પણ તેમના અસર પડે છે. તમને જણાવી દઈએ કે, દિલજીત દોસાંઝનો આ શો શુક્રવાર સાંજના સાત વાગ્યાના હૈદરાબાદના જીએમઆર એરીનામાં યોજવાનો છે તેના માટે ગાયક શહેરમાં પહોંચી ચુકેલ છે.

- Advertisement -
Share This Article
Leave a comment