દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, AAP નેતા Kailash Gahlot દ્વારા કેજરીવાલ અને દિલ્હીના સીએમ આતિશીને પાર્ટીમાંથી રાજીનામુ આપી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સાથે અરવિંદ કેજરીવાલને પણ તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. કૈલાશ ગેહલોત પાસે હાલમાં દિલ્હી સરકાર માં પરિવહન મંત્રી ની જવાબદારી રહેલી હતી.
તમને જણાવી દઈએ કે, કૈલાશ ગેહલોત દ્વારા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને લખેલા રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, પાર્ટીની વર્તમાન દિશા અને એકતા જાળવવામાં અને તેના મૂળ સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, દિલ્હીના મંત્રી અને AAP નેતા કૈલાશ ગેહલોત દ્વારા અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શીશ મહેલ જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો રહેલા છે જેને હવે દરેકને શંકામાં મૂકી દીધા છે કે, શું આપણે હજુ પણ સામાન્ય માણસ તરીકે માની રહ્યા છીએ. જો દિલ્હી સરકાર તેનો મોટાભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં પસાર કરે છે તો દિલ્હીનો વાસ્તવિક વિકાસ થઈ શકશે નહીં. મારી પાસે તમારાથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી અને તેના લીધે હું આમ આદમી પાર્ટી ના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.
કૈલાસ ગેહલોતની વાત કરીએ તો તેમની પાસે દિલ્હી સરકાર માં પરિવહન મંત્રીની જવાબદારી રહેલી હતી. કૈલાસ ગેહલોત દ્વારા પત્રમાં યમુનાની સફાઈ, બીજેપી દ્વારા શીશ મહેલ જેવા આરોપો અને કેન્દ્ર સરકાર સાથે વધતી લડાઈ જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.