BSNL નો 397 રૂપિયાનો શાનદાર પ્લાન, તેની વેલીડીટી જાણીને થઈ જશો ચકિત…

Amit Darji

સરકારી ટેલિકોમ કંપની BSNL ના સારા દિવસો પરત આવી ગયા છે. જ્યારથી Jio, Airtel અને Vi દ્વારા તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારથી કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ ના માત્ર બે મહિનામાં લગભગ 50 લાખ નવા યુઝર્સ BSNL સાથે જોડાઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે BSNL દ્વારા ગ્રાહકોને આકર્ષવા અને ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે એક પછી એક નવા પ્લાન રજૂ કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, જો તમે BSNL સિમ નો ઉપયોગ કરી રહ્યા છો તો હવે કંપની દ્વારા એક એવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમારું સિમ લગભગ પાંચ મહિના સુધી કોઈપણ રિચાર્જ વગર એક્ટિવ રહી શકશે. જો તમે રિચાર્જ પ્લાન માં વધુ પૈસા ખર્ચવા ઈચ્છતા નથી તો તમે આ પ્લાન ને લઇ શકો છો.

BSNL નો 150 દિવસ નો પ્લાન

BSNL દ્વારા તેના ગ્રાહકો માટે 150 દિવસની વેલિડિટી સાથે સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે, માત્ર એક જ પ્લાન અને સિમ બંધ થવાનું કોઈ ટેન્શન રહેશે નહીં. BSNL ના આ પ્લાનની સૌથી ખાસ વાત એ રહેલી છે કે, આટલી લાંબી વેલિડિટી મેળવવા માટે તમારે વધુ પૈસાનો ખર્ચ કરવો પડશે નહીં. તો આવો તમને જણાવી દઈએ કે, આ પ્લાન વિશે….

- Advertisement -

BSNL ના લિસ્ટમાં ગ્રાહકો માટે 150 દિવસની વેલિડિટી સાથે એક શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં કંપની દ્વારા ગ્રાહકોને ફ્રી કોલિંગ, ડેટા, ફ્રી એસએમએસ જેવી સેવાઓ આપવામાં આવી રહી છે. આ પ્રીપેડ પ્લાન ની કિંમત 400 રૂપિયાથી ઓછી રહેલી છે. તમે આ પ્લાન ને માત્ર રૂ. 397 માં ખરીદીને તમારા સિમ ને 150 દિવસ સુધી એક્ટિવ રાખી શકશો.

BSNL ના આ રિચાર્જ પ્લાન ની વાત કરીએ તેમાં તમને 30 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. તે જ રીતે પ્રથમ 30 દિવસ માટે ડેટા લાભો પણ અપાઈ રહ્યા છે. કંપની દ્વારા ગ્રાહકોને 30 દિવસ માટે દરરોજ 2 GB ડેટા ઓફર કરવા આવી રહ્યો છે. ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ તમે 40 Kbps ની સ્પીડથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. ફ્રી કોલિંગ અને ડેટાની સાથે તમને 30 દિવસ માટે દરરોજ 100 ફ્રી SMS પણ મળી રહ્યા છે.

- Advertisement -
Share This Article
Leave a comment