BSNL ના 60 દિવસની વેલીડીટીના પ્લાન ટેલીકોમની દિગ્ગજ કંપનીઓની વધારી ટેન્શન, જાણો શું મળશે ફાયદા…

Amit Darji

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vi એ થોડા મહિના પહેલા પોતાના પોર્ટફોલિયોમાં લગભગ તમામ પ્લાન મોંઘા કરી દેવામાં આવ્યા હતા. મોંઘા રિચાર્જ પ્લાનથી પરેશાન યુઝર્સ દ્વારા BSNL તરફ વળ્યા છે. BSNL દ્વારા આ કંપનીઓના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે નવા રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે. સરકારી કંપની દ્વારા પોતાના સસ્તા પ્લાનથી દિગ્ગજ ટેલીકોમ કંપનીઓને સખ્ત ટક્કર આપવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં Jio અને Airtel માટે BSNL નો એક પ્લાન મોટી સમસ્યા બની ગયો છે. જ્યારથી BSNL ગ્રાહકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે, ત્યારથી કંપની દ્વારા તેના પોર્ટફોલિયોમાં ઘણા બધા પ્લાન્સનો ઉમેરો કરવામાં આવ્યો છે.

BSNL દ્વારા તાજેતરમાં જ એક એવો રિચાર્જ પ્લાન ઉમેરવામાં આવ્યો છે જેનાથી Jio-Airtel નું ટેન્શન વધારી દીધું છે. વાસ્તવમાં BSNL દ્વારા તેના ગ્રાહકો માટે માત્ર 100 રૂપિયાની કિંમતે બે મહિનાની લાંબી વેલિડિટી સાથેનો પ્લાન લાવવામાં આવ્યો છે. આ પ્લાનથી એવા કરોડો મોબાઈલ યુઝર્સને મોટી રાહત થઈ ગઈ છે જેઓ વધુ પૈસા ચૂકવ્યા પછી ટૂંકા ગાળાની વેલીડીટીથી હેરાન થઈ ગયા છે.

- Advertisement -

ઓછા ખર્ચે બે મહિનાની મજા

BSNL દ્વારા લાંબી વેલીડીટી અને વધુ ડેટા ઇચ્છનાર લોકો માટે શાનદાર પ્લાન રજૂ કર્યો છે. તમે માત્ર રૂ. 108 ખર્ચીને 2 મહિના માટે ફ્રી કોલિંગ ડેટા અને અન્ય લાભો પ્રાપ્ત કરી શકશો. સરકારી કંપની BSNL દ્વારા રૂ. 108ના પ્લાનમાં તેના ગ્રાહકોને સંપૂર્ણ 60 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. કંપની દ્વારા તેના ગ્રાહકોને કોઈપણ નેટવર્કમાં અનલીમીટેડ કોલિંગ ઓફર કરવામાં આવે છે.

આ રિચાર્જ પ્લાનમાં કંપની દ્વારા 60 દિવસ માટે 60 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. તેનો અર્થ એ છે કે, તમે દરરોજ માત્ર 1 GB સુધી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકશો. તેના સિવાય પ્લાનમાં તમને 500 ફ્રી SMS પણ અપાઈ રહ્યા છે. તમે કોઈપણ નેટવર્ક માટે આ ફ્રી SMS નો ઉપયોગ કરી શકશો.

- Advertisement -
Share This Article
Leave a comment