BSNL એ ખાનગી ટેલિકોમ કંપનીઓને આપ્યો મોટો ઝટકો, જાણીને થઈ જશો ચકિત…

Amit Darji

BSNL દ્વારા ફરી એક વખત Jio, Airtel અને VI નું ટેન્શન વધારી દેવામાં આવ્યું છે. સરકારી ટેલિકોમ કંપની દ્વારા છેલ્લા બે મહિનામાં તેના નેટવર્કમાં 65 લાખ થી વધુ નવા યૂઝર્સ ઉમેરવામાં આવ્યા છે. દૂરસંચાર વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, BSNL દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં 65 લાખ નવા યૂઝર્સ જોડવામાં આવ્યા છે જે એક સારી શરૂઆત છે. યુઝર્સને સારા નેટવર્ક કનેક્ટિવિટી પહોંચાડવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi ના મોબાઈલ પ્લાન મોંઘા થયા બાદ લાખો યુઝર્સ દ્વારા પોતાનો નંબર BSNL પર પોર્ટ કરી રહ્યા છે. સરકારી ટેલિકોમ કંપનીને તેનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે, કંપનીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, BSNL નજીકના ભવિષ્યમાં તેના મોબાઇલ પ્લાન ને મોંઘા કરવામાં આવશે નહીં. કંપનીનું સમગ્ર ધ્યાન યુઝર્સને વધુ સારી કનેક્ટિવિટી આપવા અને વધુને વધુ યુઝર્સને ઉમેરવા પર રહેલું છે.

BSNL દ્વારા તાજેતરમાં 51,000 નવા 4G મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે, જેમાંથી 41,000 થી વધુ ટાવર લાઈવ થઈ ગયેલ છે. કંપની દ્વારા આવતા વર્ષે જૂન સુધીમાં 1 લાખ નવા 4G મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવશે, ત્યારબાદ સમગ્ર દેશમાં કોમર્શિયલ 4G સેવા એક સાથે શરૂ કરાશે. એટલું જ નહીં સરકારી ટેલિકોમ કંપની દ્વારા 5G નેટવર્કનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. BSNL દ્વારા 5G સેવા પણ 4G લોન્ચ થયાના થોડા મહિના પછી શરૂ કરવામાં આવશે.

- Advertisement -

તેની સાથે BSNL દેશની પ્રથમ ટેલિકોમ કંપની બની ગઈ છે, જેને સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવા લોન્ચ કરી હોય. આ સેટેલાઇટ કોમ્યુનિકેશન આધારિત સેવા તાજેતરમાં યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2024 માં પ્રદર્શિત કરાઈ હતી. સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવામાં, યુઝર્સ કોઈપણ સિમ કાર્ડ અને મોબાઇલ નેટવર્ક વગર પણ કોલ કરી શકશે. કંપની દ્વારા ખાસ કરીને કટોકટી દરમિયાન સંચાર સ્થાપિત કરવા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.

Share This Article
Leave a comment