Jammu and Kashmir વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી પ્રથમ યાદી, જાણો સમગ્ર યાદી…

Amit Darji

ભારતીય જનતા પાર્ટી દ્વારા Jammu and Kashmir વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા આ યાદીમાં 44 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

પ્રથમ યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહ ને ટિકિટ અપાઈ નથી. 2014 માં નિર્મલ સિંહ દ્વારા બિલવાર વિધાનસભા બેઠક પરથી જીત પ્રાપ્ત કરી હતી. આ સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તા ને પણ ટિકિટ પ્રાપ્ત થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું નામ આગામી યાદીમાં હોય તેવી શક્યતા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના નું નામ પણ આ યાદીમાં રહેલું નથી.

એન્જિનિયર સૈયદ શૌકત ગયૂર પાંપોરથી, અર્શીદ ભટ રાજપોરાથી, જાવેદ અહમદ કાદરી શોપિયાથી, મોહમ્મદ રફીક વાની અનંતનાગ પશ્ચિમથી ચૂંટણી લડવાના છે. જ્યારે એડવોકેટ સૈયદ વજાહત અનંતનાગ થી, શગુન પરિહાર કિશ્તવાડથી અને ગજય સિંહ રાણા ડોડાથી ચૂંટણી લડવાના છે. શ્રીગુફવારા બિજબેહરાથી સોફી યુસુફ અને શાનગુસ અનંતનાગ થી વીર સરાફ ચુંટણી લડવાના છે.

- Advertisement -

ઈન્દરવાલથી તારિક કીન, પેડર નાગસેની સીટથી સુનિલ શર્મા, ભાદરવાહ થી દિલીપ સિંહ પરિવાર મેદાનમાં ઉતરેલ છે. બનિહાલથી સલીમ ભટ્ટ, રામબનથી રાકેશ ઠાકુર અને ડોડા પશ્ચિમથી શક્તિ રાજ પરિહાર ચુંટણી લડવાના છે.

Share This Article
Leave a comment