US-Canada બોર્ડર પર મૃત્યુ પામેલા ડિંગુચાના પટેલ પરિવારના કેસને લઈને મોટા સમાચાર, હર્ષ પટેલ સહિત બે આરોપી દોષિત

Amit Darji

જાન્યુઆરી 2022 માં Canada બોર્ડર ક્રોસ કરીને ઇલીગલ અમેરિકા જવાના પ્રયત્નમાં મોતને ભેટેલા ડીંગુચા ના પરિવારના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં અમેરિકામાં માનવ તસ્કરી ના આરોપમાં ભારતીય મૂળના વ્યક્તિ સહિત બે લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. વર્ષ 2022માં US-Canada બોર્ડર પર એક ભારતીય પરિવાર એટલે ડીંગુચા ના પરિવારનું ઠંડીથી મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં અમેરિકન રાજ્ય મિનેસોટાની જ્યુરી દ્વારા ડર્ટી હેરી તરીકે ઓળખાતા ભારતીય મૂળના હર્ષ કુમાર રમણલાલ પટેલ ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હર્ષ કુમારની સાથે ફ્લોરિડાના રહેવાસી સ્ટીવ શેન્ડ ને પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ડર્ટી હેરી અને સ્ટીવ શેન્ડ ગેરકાયદેસર માનવ તસ્કરી ના ઓપરેશનનો ભાગ રહેલા હતા. તેમના દ્વારા મોટી સંખ્યામાં લોકોને ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે પટેલ (29) અને શેંડ (50) માનવ તસ્કરી ના ચાર ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા છે અને મહત્તમ 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, 19 જાન્યુઆરી 2022 ના રોજ ગુજરાતના રહેવાસી જગદીશ પટેલ (39 વર્ષ), તેમની પત્ની વૈશાલી બેન (30 વર્ષ), પુત્રી વિહાંગી (11 વર્ષ) અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકનું  કરુણ મૃત્યુ નીપજ્યું હતું.  આ ચારેય યુએસ કેનેડા બોર્ડર પર સ્થિત કેનેડાના મેનિટોબા પ્રાંતના ઇમર્સન શહેરમાં મૃત હાલતમાં મળ્યા હતા. ઠંડીના લીધે બધા ના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ગુજરાતનો આ પરિવાર હર્ષકુમાર પટેલ અને સ્ટીવ શેન્ડની યોજના અનુસાર અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

- Advertisement -

તેની સાથે જણાવી દઈએ કે, મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામ નો આ પરિવાર હતો. પટેલ અને તેમની પત્ની કથિત રીતે શાળાના શિક્ષકો રહેલા હતા. પટેલ ભારતીય ઇમિગ્રન્ટ્સ ના 11 સભ્યોના જૂથનો એક ભાગ રહેલા હતો જેમણે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે દાણચોરોને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. જ્યુરી દ્વારા હર્ષ કુમાર અને સ્ટીવ શેન્ડ ને દોષિત ઠેરવતા જણાવવામાં આવ્યું છે કે, ‘આ કેસે માનવ તસ્કરી અને ગુનાહિત સંગઠનોની ક્રૂરતાનો પર્દાફાશ કર્યો છે જે માનવ જીવન પર નફો અને લાલચને પ્રાધાન્ય આપે છે. કેટલાક હજાર ડોલર કમાવવા માટે, આ દાણચોરો દ્વારા પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને જોખમમાં મુકવામાં આવે છે, જેના લીધે સંપૂર્ણ પરિવાર નું દુઃખદ મૃત્યુ નીપજ્યું હોય. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોપીઓને માનવ તસ્કરી માટે એક લાખ યુએસ ડોલરની ચુકવણી પણ કરવામાં આવી હતી.

Share This Article
Leave a comment