Baba Siddique હત્યા કેસને લઈને મોટા સમાચાર, ગુજરાતના અકોલા માંથી વધુ એક વ્યક્તિની કરાઈ ધરપકડ

Amit Darji

એનસીપી નેતા Baba Siddique ની હત્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં અધિકારીઓને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રવિવારના હત્યા કેસમાં 25 મી ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર ના અકોલા માંથી વધુ ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 12 ઓક્ટોબરના રોજ NCP નેતા બાબા સિદ્દીકી (66) ની ગોળી મારીને હત્યા કરવામાં આવેલ હતી.

આ મામલામાં એક અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, મુંબઈ ક્રાઈમ બ્રાંચ એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યાને લઈને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં રવિવારના રોજ વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 25 લોકોની ધરપકડ કરાઈ છે. એવામાં મહારાષ્ટ્ર ના અકોલામાંથી ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. છે.

તમને જણાવી દઈએ કે, અકોલા ના બાલાપુર થી જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની ઓળખ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ ના રહેવાસી સલમાન ભાઈ ઈકબાલ ભાઈ વ્હોરા તરીકે સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પોલીસની મદદથી આરોપીને ગુજરાત થી લગભગ 565 કિલોમીટર દૂરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ મામલામાં વધુમાં જણાવી દઈએ કે, સલમાન ભાઈ ઈકબાલ ભાઈ વ્હોરા ની ધરપકડ અંગે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના દ્વારા આ વર્ષે મે મહિનામાં બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું અને ધરપકડ કરાયેલા આરોપી દ્વારા ગુરમેલ સિંઘ, રૂપેશ મોહોલ અને હરીશકુમારના ભાઈ નરેશકુમાર સિંહને આર્થિક મદદ કરવામાં આવી હતી. આ સિવાય વોહરા દ્વારા ભૂતકાળમાં ગુના સાથે જોડાયેલા અન્ય લોકો ની પણ મદદ કરવામાં આવી હતી.

Share This Article
Leave a comment