Israel થી મોટા સમાચાર, સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ એયલ ઝમીરે આપ્યું રાજીનામું

Amit Darji

Israel થી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ એયલ ઝમીરને રાજીનામું આપવા વિનંતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, એયલ ઝમીર દ્વારા આજે સવારના નવા સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝ સાથે તેમની પ્રથમ કાર્યકારી બેઠક માટે મુલાકાત કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન એયલ ઝમીર દ્વારા નજીકના ભવિષ્યમાં પોતાનું પદ છોડવાની વિનંતી કરવામાં આવી હતી.

આ બાબતમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, “રક્ષામંત્રીના અનુરોધ પર તે વાત પર સહમતિ રહેલી હતી કે, મહાનિર્દેશક અત્યારે તેમના પદ પર ચાલુ રહેવાના છે.” એયલ ઝમીરને ગયા વર્ષે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ દ્વારા નિયુક્ત કરાયા હતા. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા ગયા અઠવાડિયે ગેલન્ટને વિવાદાસ્પદ રીતે બરતરફ કરવામાં આવ્યા હતા.

તેની સાથે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ દ્વારા શુક્રવારના ઔપચારિક રીતે રાજીનામું આપવામાં આવ્યું અને તેમના સ્થાન પર ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝને નિયુક્ત કરાયા હતા. આ પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં ગેલન્ટને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગેલન્ટની બરતરફી ના લીધે ઇઝરાયેલમાં હલચલ મચી ગઈ અને આ સમાચારનો દેશભરમાં ભારે વિરોધ રહેલો છે.

- Advertisement -

આ સિવાય ગાઝાને સહાય પૂરી પાડનાર ઇઝરાયેલી સૈન્ય સંસ્થા COGAT  દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે ગાઝામાં સહાય માટે એક નવો માર્ગ ખોલવાની તૈયારીમાં રહેલું છે કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સની સમયમર્યાદા નજીક આવી રહી છે તેના લીધે યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં ખૂબ જ જરૂરી સહાય કરાશે. પરંતુ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું નહોતું કે, ક્રોસિંગ ક્યારે ખુલશે અને ન તો ગાઝાના ઉત્તરીય ભાગમાં સહાય પહોંચાડશે. જ્યાં સંયુક્ત રાષ્ટ્ર અને સહાય જૂથો જણાવે છે કે, માનવતાવાદી પરિસ્થિતિ તેની સૌથી ખરાબ રહેલ છે.

જ્યારે યુએન માનવતાવાદી કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઉત્તરી ગાઝામાં ઇઝરાયેલના એક મહિનાથી ચાલેલા યુદ્ધના લીધે ઉત્તરમાં રહેનાર લગભગ 75,000 થી 95,000 પેલેસ્ટિનિયનોને જીવવા માટે જરૂરી ચીજવસ્તુઓ વગર છોડી દેવાયા છે.

- Advertisement -
Share This Article
Leave a comment