મોટા સમાચાર : America એ યુક્રેનમાં પોતાનું દૂતાવાસ કર્યું બંધ, શું રશિયા કરશે મોટો હુમલો?

Amit Darji

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે America દ્વારા કિવમાં પોતાનું દૂતાવાસ અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે, 20 નવેમ્બરના રોજ રશિયા યુક્રેન ના શહેરો પર ભારે હવાઈ હુમલો કરવામાં આવી શકે છે. દૂતાવાસ દ્વારા તેના કર્મચારીઓને સલામત સ્થળ પર રહેવાની સલાહ આપવામાં આવી છે. યુક્રેનમાં અમેરિકન નાગરિકોને પણ સંભવિત હવાઈ હુમલા માટે તૈયાર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા તાકીદ કરાયા હતા.

તેની સાથે દૂતાવાસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, યુએસ કર્મચારીઓને હાલમાં યુક્રેન માંથી બહાર કઢાઈ રહ્યા છે અને અન્ય કેટલાક મુખ્ય રાજદ્વારી કાર્યોને સંભાળવાની યોજના પણ બનાવાઈ રહી છે. અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, યુક્રેનની સ્થિતિ અને રશિયાની સૈન્ય પ્રવૃત્તિઓના મુજબ યુએસ એમ્બેસી ની સ્થિતિ સમયાંતરે બદલાવાની શક્યતા રહેલી છે.

તેની સાથે યુક્રેન દ્વારા તાજેતરમાં રશિયા પર ATACMS મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રશિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, યુક્રેન દ્વારા તેના પર છ ATACMS મિસાઇલો દ્વારા હુમલો કરાયો હતો, જેમાંથી પાંચ ને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવી હતી. જ્યારે એક મિસાઇલ રશિયાના ઔદ્યોગિક વિસ્તારમાં પડી હતી. યુક્રેનના આ પગલાં બાદ રશિયા ખૂબ નારાજ રહેલ છે અને તેના દ્વારા પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી છે. રશિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ હુમલાનો ખૂબ જ યોગ્ય જવાબ અપાશે. રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ દ્વારા તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.

- Advertisement -

જ્યારે આ અગાઉ અમેરિકી સરકાર દ્વારા યુક્રેનમાં વધી રહેલી હિંસા અને હવાઈ હુમલા ની વધતી જતી શક્યતાઓ અંગે તેના નાગરિકોને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી. આ સિવાય અમેરિકા દ્વારા અન્ય દેશોને પણ યુક્રેનમાં થી તેમના નાગરિકોને ઝડપથી બહાર કાઢવાની અપીલ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધનો 2024 માં પણ કોઈ ઉકેલ આવે તેમ લાગી રહ્યું નથી. બંને દેશો વચ્ચે તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. યુક્રેન દ્વારા રશિયાના આક્રમણનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવામાં આવ્યો છે, પરંતુ રશિયાની હવાઈ અને મિસાઈલ હુમલા ની રણનીતિ ને લીધે સ્થિતિ અત્યંત જટિલ બનેલ છે.

- Advertisement -
Share This Article
Leave a comment