ગુજરાતી ફિલ્મના અભિનેતા Malhar Thakar ને લઈને મોટા સમાચાર, આ મહિને પૂજા જોષી સાથે કરશે લગ્ન…

Amit Darji

ગુજરાતી ફિલ્મના અભિનેતા  Malhar Thakar ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને લઈને સમાચાર સામે આવ્યા છે કે, તે કોની સાથે લગ્ન કરવાના છે. આ બાબતમાં અભિનેતા દ્વારા જ જણાવવામાં આવ્યું છે કે, તે ટૂંક જ સમયમાં લગ્ન કરવાના છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષી દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાવાના છે.

તમને જણાવી દઈએ કે, આ બાબતમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે નવેમ્બર 2024 ના અંતમાં લગ્ન કરવાના છે. અભિનેત્રી પૂજા જોશી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેની તસવીર શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી…તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ.”

નોંધનીય છે કે, પૂજા અને મલ્હાર ની જોડી અનેક ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. ત્યારથી તેમના બંને સંબંધોની ચર્ચા શરુ થઈ ગઈ હતી. એવામાં હવે આ સમાચાર સામે આવ્યા છે. જ્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી પૂજા જોષી દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે, તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરશે. કોરોનાના સમય દરમિયાન અભિનેત્રી દ્વારા મલ્હાર સાથે એક વેબસીરીઝ કરવામાં આવી હતી, આ સીરીઝનું નામ વાત વાતમાં રહેલ છે. ત્યાર બાદ લગ્ન સ્પેશિયલ અને વીર ઈશા નું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં બંને જોવા મળ્યા હતા.

- Advertisement -
Share This Article
Leave a comment