હવામાન વિભાગની મોટી આગાહી, જાણો કેટલા દિવસ રહેશે ઠંડીનો ચમકારો?

Amit Darji

દેશમાં ઉત્તરથી ઉત્તરપૂર્વ પવનની દિશા ને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. એવામાં હિમાલય તરફ ના પવન ફૂંકાવાના લીધે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. બે દિવસથી તાપમાનનો પારો ગગડવાના લીધે રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. અમદાવાદમાં પણ પારો ગગડતા ઠંડીમાં થયો વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી તાપમાન સુકુ જ જોવા મળતા ઠંડીનો ચમકારો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં હાલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે આવી ગયો છે. જ્યારે અનેક સ્થળો પર લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે. તાપમાનનો પારો ગગડવા ના કારણે વહેલી સવાર ના લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.  ઠંડીથી રક્ષણ માટે લોકો દ્વારા ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

તેની સાથે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું હતું. શિયાળાની શરૂઆત બાદ જ હવે ધીમે-ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. આ કારણોસર લોકો દ્વારા તાપણાનો સહારો લેવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો દ્વારા ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં વહેલી સવાર ના ઠંડીમાં મોર્નિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળ્યો છે. તેની સાથે ઠંડીના લીધે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે.

- Advertisement -

 

Share This Article
Leave a comment