Bhojpuri અભિનેત્રી ને જાનથી મારી નાંખવાની મળી ધમકી, 50 લાખની ખંડણીની કરાઈ માંગણી

Amit Darji

Bhojpuri સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અક્ષરા સિંહ ને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેના બદલામાં આરોપીઓ દ્વારા 50 લાખની માંગણી કરવામાં આવી હતી. પટના પોલીસ દ્વારા આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જાણકારી અનુસાર, આરોપીઓ દ્વારા અક્ષરા સિંહ પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જો પૈસા આપશે નહીં તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ઘટના 11 નવેમ્બર ના રોજ ઘટી હોવાની જાણકારી સામે આવી છે.

જાણકારી મુજબ, અક્ષરા સિંહ ને  11 નવેમ્બર ના રોજ સવારના 12.20 વાગ્યાના સમયે એક ફોન કોલ આવ્યો હતો. જેમાં આરોપીઓ દ્વારા પહેલા ગાળો આપવામાં આવી અને પછી 50 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ બપોરના 12.21 વાગ્યાના બીજો કોલ આવ્યો તેમાં જણાવવામાં આવ્યું હતું કે, બે દિવસમાં રકમ આપવામાં આવશે નહીં તો તમારે જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. આ ધમકી બાદ અક્ષરા સિંહ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલામાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે કહેવામાં આવી રહ્યું છે કે, બિહારની રાજધાની પટનાના દાનાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અભિનેત્રી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યાર બાદ આ મામલાની તપાસ કરાઈ રહી છે. જે નંબર પરથી કોલ આવ્યો છે તેને પણ ટ્રેસ કરાઈ રહ્યો છે. અભિનેત્રી દ્વારા પોતાની સુરક્ષાની માંગ કરવામાં આવી છે.

- Advertisement -

અક્ષરા સિંહ છે ભોજપુરી ની સૌથી મોંઘી અભિનેત્રી?

અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની સૌથી સુપરહિટ અભિનેત્રીમાંથી એક રહેલ છે. અક્ષરા સિંહ દ્વારા પોતાની પ્રથમ જ ફિલ્મ ‘સત્યમેવ જયતે’ થી ચાહકોમાં સારી એવી જગ્યા બનાવેલી છે. અભિનયની સાથે અક્ષરા સિંહને ગીતોનો પણ શોખ રહેલો છે અને તે પોતાના અવાજથી લાખો દિલોને દિવાના બનાવી રાખ્યા છે. અક્ષરા સિંહ દ્વારા અનેક ભોજપુરી ફિલ્મોમાં કામ કરવામાં આવી છે. એટલું જ નહીં અક્ષરા સિંહને ભોજપુરીની સૌથી મોંઘી અભિનેત્રીનો દરજ્જો પણ પ્રાપ્ત કરેલો છે.

Share This Article
Leave a comment