ગૌતમ અદાણીને લઈને રાહુલ ગાંધીએ કરેલા પ્રહાર પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ Sambit Patra એ ઉઠાવ્યા સવાલ

Amit Darji

ગૌતમ અદાણીને લઈને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આરોપો પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ Sambit Patra દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી સાંસદ સંબિત પાત્રા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

તેની સાથે સંબિત પાત્રા દ્વારા પૂછવામાં આવ્યું કે, આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને તેઓના દ્વારા ત્યાં અદાણી જૂથ સાથે મહત્તમ વ્યવહારો કરવામાં આવ્યા છે. તેમણે છત્તીસગઢનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સંબિત પાત્રા દ્વારા કહેવામાં આવ્યું કે, અમેરિકન તપાસ દરમિયાન જે ચાર રાજ્યોના નામ સામે આવ્યા છે, તે સમયે કોંગ્રેસ અથવા તેના સહયોગીઓની સરકાર રહેલી હતી. તમિલનાડુ હોય કે આંધ્રપ્રદેશ, ઓડિશા હોય કે પછી છત્તીસગઢ હોય. દરેક જગ્યાએ કોંગ્રેસ ની સરકાર રહેલી હતી.

જ્યારે સંબિત પાત્રા દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, “ભૂપેશ બઘેલ જ્યારે છત્તીસગઢના સીએમ રહેલા હતા ત્યારે અદાણી દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. અદાણી દ્વારા અશોક ગેહલોતની સરકાર વખતે પણ રોકાણ કરવામાં આવ્યું હતું. જો તે ભ્રષ્ટ છે તો તેમના દ્વારા આટલું રોકાણ કેમ કરવામાં આવ્યું. કર્ણાટક સરકાર દ્વારા શા માટે અદાણીને મંજૂરી આપી? તેને લઈને સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી અને બઘેલ અલગ રહેલ છે.

- Advertisement -

આ સિવાય તેમના દ્વારા રાહુલ ગાંધીને લઈને જણાવ્યું કે, જો તેમને લાગે છે કે કંઈક ખોટું થયેલ છે તો તેઓ કોર્ટમાં કેમ જતા નથી. તેમના દ્વારા રાહુલ ના આ નિવેદન સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી એકલી મીડિયા અને ન્યાયતંત્રનું કામ કરવામાં આવી રહ્યું છે. સંબિત પાત્રા દ્વારા કહેવામાં આવ્યું કે, “મા અને દીકરો જામીન પર બહાર છે અને જણાવે છે કે તેઓ ન્યાયતંત્રનું કામ પણ કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારતના શેરબજાર ને નીચે લાવવાનું ઈચ્છી રહ્યા છે. રોકાણકારોને કરોડોનું નુકસાન રાહુલ ગાંધીના લીધે પહોંચ્યું છે.

 

- Advertisement -
Share This Article
Leave a comment