Bangladesh ના ટોચના ચૂંટણી અધિકારીઓએ આપ્યું રાજીનામું, હસીનાના શાસન દરમિયાન થઈ હતી નિમણૂકતા

Amit Darji

Bangladesh ના મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલની આગેવાની હેઠળ ના સમગ્ર પાંચ સભ્યો દ્વારા ચૂંટણી પંચને પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. દેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ આ ઘટનાક્રમ થયો હતો. આ પ્રથમ વખત છે જ્યારે દેશના ચૂંટણી પંચના અધિકારીઓ એ તેમનો નિયત કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ રાજીનામું આપી દીધું હોય. કાઝી હબીબુલ અવલને ફેબ્રુઆરી 2022 માં પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતા.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચની બહાર અને પરિસરમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા, કેમ કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રાજધાનીના અગરગાંવ વિસ્તારમાં આવેલ ભવન સામે એકઠા થયા અને અવલ અને પંચના અન્ય સભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર લગાવી રહ્યા હતા.

તેની સાથે ખાસ કરીને કમિશનને સાત જાન્યુઆરીના સામાન્ય ચુંટણી યોજવા માટે આલોચનાઓ નો સામનો કરવો પડ્યો હતો, તેનો મુખ્ય વિપક્ષી દળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સહિત મોટાભાગના પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. આ ચૂંટણીમાં શેખ હસીનાની અવામી લીગ સતત ચોથી વખત ફરીથી ચૂંટાઈને આવી ગઈ હતી.

- Advertisement -

પોતાના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતા અવલે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના 53 વર્ષના ઈતિહાસમાં એવું કોઈ ઉદાહરણ નથી કે, ચૂંટણી પંચે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા વગર સ્વેચ્છાએ રાજીનામું આપવામાં આવ્યું હોય.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો – બ્રિગેડીયર જનરલ (નિવૃત્ત) મોહમ્મદ અહેસાન હબીબ ખાન, રશીદા સુલતાના, મોહમ્મદ આલમગીર અને મોહમ્મદ અનીસુર રહેમાને પાંચ ઓગસ્ટના શેખ હસીનાની સરકારના પતન ના એક મહિના બાદ રાજીનામું આપ્યું હતું.

- Advertisement -
Share This Article
Leave a comment