Tripura માં પૂર અને ભૂસ્ખલનના લીધે ખરાબ સ્થિતિ, સેનાએ 330 લોકોના બચાવ્યા જીવ

Amit Darji

Tripura રાજ્ય આ દિવસોમાં ભયંકર પૂરથી પ્રભાવિત થયું છે. જ્યારે પરિસ્થિતિને જોતા સેના અને NDRF ના જવાનોને રાહત અને બચાવ કાર્યમાં તૈનાત કરી દેવાયા છે. સેના દ્વારા શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના દ્વારા ત્રિપુરામાં 330 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. તેના સિવાય પૂરગ્રસ્ત વિસ્તારોમાં આસામ રાઈફલ્સ ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ત્રિપુરામાં પૂર અને ભૂસ્ખલન ની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 22 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ઘણા લોકો હજુ પણ ગુમ રહેલા છે. પૂરના લીધે 65 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને આ લોકો 450 રાહત શિબિરોમાં રહી રહ્યા છે.

તેની સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ પોસ્ટમાં ભારતીય સેના દ્વારા લખવામાં આવ્યું છે કે, ત્રિપુરામાં ઓપરેશન વોટર રિલીફ હેઠળ રાહત અને બચાવ કામગીરી દરમિયાન 330 થી વધુ લોકોને બચાવી લેવાયા છે. આસામ રાઈફલ્સ ના 21 સેક્ટર હેડક્વાર્ટર હેઠળ 18 આસામ રાઈફલ્સ ની બે ટુકડીઓ પૂર પ્રભાવિત વિસ્તાર અમરપુર, ભામપુર, બિશાલગઢ અને રામનગરમાં તૈનાત કરવામાં આવેલ છે. સાત નાગરિકોને તબીબી સુવિધા પૂરી પડાઈ છે.

જ્યારે સીએમ માણિક સાહા દ્વારા આજે પૂરગ્રસ્ત વિસ્તારો નું હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા ત્રિપુરાના પૂરગ્રસ્ત ગોમતી અને દક્ષિણ ત્રિપુરા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. પૂરના લીધે મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. પૂરની સ્થિતિને જોતા સીએમ માણિક સાહા દ્વારા તમામ સરકારી અને ખાનગી શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

- Advertisement -

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ત્રિપુરામાં પૂરની સ્થિતિ પર ગુરુવારના પ્રદેશના મુખ્યમંત્રી માણિક સાહાથી વાત કરવામાં આવી અને શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે, ‘ત્રિપુરાના સીએમ સાથે વાત કરી અને રાજ્ય માં પૂરની સ્થિતિ નો હિસાબ લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી માં સ્થાનિક સરકારને મદદ કરવા માટે બોટો અને હેલિકોપ્ટર સિવાય NDRF ની ટીમો મોકલી દેવામાં આવી છે. તેની જરૂરિયાત ઉભી થતા કેન્દ્ર સરકાર દ્વારા તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે. મોદી સરકાર સંકટના સમયમાં ત્રિપુરાની અમારી બહેનો અને ભાઈઓની સાથે મજબૂતીથી ઉભેલી છે.

Share This Article
Leave a comment