અથિયા શેટ્ટીએ આપ્યા સારા સમાચાર, Lokesh Rahul 2025 માં બનશે પિતા

Amit Darji

આથિયા શેટ્ટી અને તેના પતિ Lokesh Rahul એ તેમના ચાહકોને લઈને સારા સમાચાર આપવામાં આવ્યા છે. તે ટૂંક સમયમાં તે પોતાના પ્રથમ બાળકનું સ્વાગત જલ્દી જ કરવાના છે. જાન્યુઆરી 2023 માં લગ્ન કરનાર આ પ્રખ્યાત કપલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ પોસ્ટ શેર કરતા લખવામાં આવ્યું છે કે, તેઓ 2025 માં માતા-પિતા બનવાના છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી દ્વારા શુક્રવારના આઠ નવેમ્બરના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ સારા સમાચાર આપવામાં આવ્યા હતા. આથિયા શેટ્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, તે આવતા વર્ષે પોતાના પ્રથમ બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે. તેમ છતાં અભિનેત્રીએ એ નથી જણાવ્યું કે, તે કયા મહિનામાં આ ખુશખબરો આપવામાં આવશે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘અમારું સુંદર આશીર્વાદ ટૂંક સમયમાં 2025 માં આવી રહ્યું છે’ તેની સાથે જ તેમાં બાળકના પગના નિશાન બનાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમણે અભિનંદન પાઠવી રહ્યા છે.

આથિયા શેટ્ટી

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી દ્વારા પણ તેની પુત્રી આથિયાની આ પોસ્ટ શેર કરવામાં આવી છે અને તેના દાદા બનવાની ખુશી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આથિયા દ્વારા તેના જન્મદિવસ ના થોડા દિવસો બાદ જ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરવામાં આવી છે. લોકેશ રાહુલ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેલા છે જ્યાં તે ઇન્ડિયા એ તરફથી ઓસ્ટ્રેલિયા A સામે રમી રહ્યા છે. 2025 માં આથિયા શેટ્ટી અને ક્રિકેટર લોકેશ રાહુલના ઘરે ખુશીઓ આવવાની છે. અભિનેત્રી દ્વારા પોતાની પ્રેગ્નન્સી ની જાહેરાત કરવામાં આવી છે. લોકેશ રાહુલ-આથિયા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.

- Advertisement -

અથિયા શેટ્ટી-લોકેશ રાહુલની લવ સ્ટોરી

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી ની મુલાકાત લોકેશ રાહુલ થી 2019 માં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આ મીટિંગ બાદ બંને મિત્રોમાંથી લવબર્ડ્સમાં બની ગયા અને અંતે તેમણે 23 જાન્યુઆરી, 2023 ના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કરવામાં આવ્યા હતા. દંપતીએ તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ની હાજરીમાં સાત ફેરા લેવામાં આવ્યા હતા. લગ્ન પહેલા તેઓ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Share This Article
Leave a comment