સાઉથ આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરતા Arshdeep Singh એ તોડ્યો જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરનો રેકોર્ડ

Amit Darji

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ ઐતિહાસિક રહી હતી. આ મેચમાં પહેલા ભારતીય બેટ્સમેન તિલક વર્મા અને અભિષેક શર્મા એ શાનદાર બેટિંગ ના આધારે 219 રનનો વિશાળ સ્કોર બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારતીય બોલરો દ્વારા શાનદાર બોલિંગ કરીને સાઉથ આફ્રિકાને 208/7 રન પર રોકીને 11 રનથી શાનદાર જીત પ્રાપ્ત કરવામાં આવી હતી. જ્યારે ભારત તરફથી Arshdeep Singh દ્વારા સૌથી વધુ ત્રણ વિકેટ પ્રાપ્ત કરવામાં આવી હતી. જ્યારે વરુણ ચક્રવર્તી દ્વારા 2 વિકેટ અને હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ દ્વારા એક-એક વિકેટ પ્રાપ્ત કરવામાં આવી હતી.

ભારતના 219 રનના જવાબમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગના લીધે અર્શદીપ ભારતને જીત અપાવી દીધી હતી. જ્યારે આ મેચમાં અર્શદીપ દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો હતો. વાસ્તવમાં અર્શદીપ ચાર ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી અને તમામ ભારતીય ઝડપી બોલરોને પાછળ છોડીને નંબર-1 બની ગયો હતો.

Arshdeep Singh એ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજોને હરાવીને ભારત માટે T20 માં સૌથી વધુ વિકેટ લેવાનું મોટું કારનામું કરી દીધું છે. અર્શદીપના નામે હવે T20 ક્રિકેટમાં 92 વિકેટ થઈ ગઈ છે. આ મેચ પહેલા અર્શદીપ ભુવીને પાછળ છોડવાથી બે વિકેટ દૂર રહેલો હતો જ્યારે જસપ્રિત બુમરાહની 89 વિકેટની બરાબરી પર રહેલો હતો. જ્યારે હવે અર્શદીપ ટી-20 માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય ફાસ્ટ બોલર બની ગયેલ છે.

- Advertisement -

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો

96 – યુઝવેન્દ્ર ચહલ (79 ઇનિંગ્સ)

92 – અર્શદીપ સિંહ (59 ઇનિંગ્સ)

- Advertisement -

90 – ભુવનેશ્વર કુમાર (86 ઇનિંગ્સ)

89 – જસપ્રીત બુમરાહ (69 ઇનિંગ્સ)

- Advertisement -

88 – હાર્દિક પંડ્યા (94 ઇનિંગ્સ)

હવે અર્શદીપનો ટાર્ગેટ યુજવેન્દ્ર ચહલનો સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રહેલો છે. યુઝવેન્દ્ર ચહલ દ્વારા T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ 96 વિકેટ લેવામાં આવી છે. અર્શદીપ સિંહ હવે આ આંકડાથી માત્ર ચાર વિકેટ દૂર રહેલો છે. એટલું જ નહીં, અર્શદીપ પાસે T20 ક્રિકેટમાં પાવરપ્લેમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડવાની પણ સારી તક રહેલી છે.

- Advertisement -

T20 ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો

47 – ભુવનેશ્વર કુમાર

37 – અર્શદીપ સિંહ

30 – જસપ્રીત બુમરાહ

20 – વોશિંગ્ટન સુંદર

19 – આશિષ નેહરા

19 – અક્ષર પટેલ

સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલરો

ટેસ્ટ – કપિલ દેવ (434)

ODI – જવાગલ શ્રીનાથ (315)

T20I – અર્શદીપ સિંહ (92)

Share This Article
Leave a comment