મહારાષ્ટ્રમાં હાર બાદ Congress ની દેશભરમાં બેલેટ પેપર યાત્રા યોજાશે, EVM નો કરશે વિરોધ

Amit Darji

Congress પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના દ્વારા બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, ચૂંટણી બેલેટ પેપરથી જ કરવામાં આવે અને તેના માટે અમે ભારત જોડો યાત્રાની જેમ દેશભરમાં પ્રચાર કરવામાં આવશે.

તેની સાથે વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘હું એક વાત જણાવું કે, ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો તેમની સંપૂર્ણ તાકાતથી જે વોટ આપી રહ્યા છે તે બરબાદ થઈ રહ્યા છે. અમે જણાવી છે કે, બધું છોડી દો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરો. આ લોકોને મશીન તેમના ઘરમાં જ રાખવા દો. અમદાવાદમાં ઘણા વેરહાઉસ બનેલા છે ત્યાં મશીનો લઈ જઈને રાખવામાં અવી રહ્યા છે. અમારી એક જ ઈચ્છા છે કે, ચૂંટણી બેલેટ પેપરથી થવું જોઈએ. જો તેમ થશે તો આ લોકોને ખબર પડી જશે તે ક્યા છે.

તેમના તે પણ જણાવવામાં આવ્યું છે કે, ‘હું જણાવ્યું છું કે, અમારી પાર્ટી દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવું  જોઈએ અને તમામ પાર્ટીઓને પણ આ બાબતમાં સાથે જોડવા જોઈએ. અમારા દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ની જેમ સમગ્ર દેશમાં આ અભિયાન ચલાવવામાં આવશે. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે દ્વારા જાતિ ગણતરી નો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે,  પીએમ નરેન્દ્ર મોદી જાતિ આધારિત વસ્તી ગણતરીથી ભયભીત રહે છે. પરંતુ તેમને સમજવું જોઈએ કે, સમાજનો દરેક વર્ગ તેનો હિસ્સો માંગી રહ્યો છે અને તેની માંગ પણ કરી રહ્યો છે.

- Advertisement -

તેમના દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, જો તમે ખરેખર દેશમાં એકતાને ઈચ્છી રહ્યા હો તો તમારે નફરત ફેલાવવાનું બંધ કરી દેવું પડે. એટલું જ નહીં, બંધારણ દિવસના અવસર પર મલ્લિકાર્જુન ખડગે દ્વારા એવી માંગ પણ ઉઠાવવામાં આવી હતી કે, સંસદમાં બે દિવસ બંધારણ અંગે ચર્ચા કરવી જોઈએ. તેના લીધે લોકોને બંધારણની સાચી જાણકારી મળે અને તેને કેવી રીતે સુરક્ષિત કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી જોઈએ.

Share This Article
Leave a comment