‘War 2’ માં અભિનેત્રી Shraddha Kapoor ની એન્ટ્રી, જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ?

Amit Darji

બોલિવૂડ અભિનેત્રી Shraddha Kapoor ની લોકપ્રિયતા ઝડપથી વધારો થઈ  રહ્યો છે. ફિલ્મ સ્ત્રી 2 પછી લાખો લોકો તેના ચાહકો બની ગયેલા છે. આવી સ્થિતિમાં શ્રદ્ધા કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર્સની યાદીમાં ટોપ પર આવી ગયેલ છે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે, શ્રદ્ધા કપૂર ફિલ્મ નાગીન માં જોવા મળશે અને હવે તેના હાથમાં વધુ એક પ્રોજેક્ટ રહેલા છે. શ્રદ્ધા કપૂરની હૃતિક રોશન ની વોર 2 માં એન્ટ્રી થઈ ગઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા લીડ રોલમાં જોવા મળશે નહીં, પરંતુ તે તેના ડાન્સ નંબર્સ થી બધાનું ધ્યાન ખેંચવાની છે.

વોર 2 માં શ્રદ્ધા કપૂર, રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરવાની છે. આ ફિલ્મની વાત કરીએ તો યશરાજ બેનર હેઠળ બનવા જઈ રહી છે જેમાં આઈટમ નંબરની સાથે-સાથે એક્શન પણ ભરપૂર રહેવાની છે. આ ફિલ્મ યશરાજ બેનરની જાસૂસ બ્રહ્માંડનો એક ભાગ રહેલ છે તેને હિટ બનાવવા માટે મેકર્સ પાણીની જેમ પૈસા ખર્ચવા તૈયાર રહેલ છે. આ કારણથી ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની એન્ટ્રી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પુષ્પા 2 સાથે જોડાઈ ગયું હતું. એવો દાવો કરવામાં આવ્યો છે કે, તે આ ફિલ્મમાં આઈટમ નંબર કરવા જઈ રહી છે, પરંતુ અચાનક જ શ્રીલીલાની એન્ટ્રીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પુષ્પા-2 માં શ્રી લીલાનો આઈટમ નંબર રહેલ હશે. હવે શ્રદ્ધા કપૂર પોતાના ડાન્સ થી શ્રીલીલાને વોર 2 થી ટક્કર થશે.

તમને જણાવી દઈએ કે હૃતિક રોશન ની વોર ફિલ્મ વર્ષ 2019 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હૃતિક રોશન સાથે ટાઇગર શ્રોફ જોવા મળ્યા હતા. બંનેના એક્શન સીન્સે ફિલ્મને સુપરહિટ બનાવી દીધી હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ ટૂંક સમયમાં જ સિનેમા ઘરોમાં ધૂમ મચાવવાનો છે. મેકર્સ દ્વારા હજુ “વોર-2” ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવ્યું છે કે, આ ફિલ્મ આવતા વર્ષે 2025 સુધીમાં સિનેમાઘરોમાં આવે તેવી શક્યતા રહેલી છે.

- Advertisement -

 

 

- Advertisement -
Share This Article
Leave a comment