ડિલિવરીના થોડા દિવસો પહેલા Deepika Padukone એ કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ, કપલે શેર કરી તસવીરો

Amit Darji

બોલિવૂડના પાવર કપલ અને ટૂંક સમયમાં જલ્દી જ માતા-પિતા બનવાના છે અને રણવીર સિંહ અને Deepika Padukone દ્વારા તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. હવે, આ પ્રખ્યાત કપલે પ્રેગનેન્સી ફોટોશૂટ શેર કર્યું છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. દીપિકા-રણવીરની ખૂબ જ સુંદર કેમેસ્ટ્રી તેમના પ્રથમ મેટરનીટી શૂટમાં પણ જોવા મળી રહી છે. આ ફોટોશૂટની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા પણ પોતાના નકલી બેબી બમ્પ ની અફવાઓને ફગાવી દેવામાં આવી છે.

દીપિકા પાદુકોણ-રણવીર સિંહનું મેટરનિટી ફોટોશૂટ

બોલિવૂડ સ્ટાર્સ અને સેલિબ્રિટી કપલ Deepika Padukone અને રણવીર સિંહ દ્વારા તાજેતરમાં પ્રેગ્નન્સી ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીરોમાં આ કપલ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યું છે. મેટરનિટી શૂટમાં દીપિકા બ્લેક બ્રાલેટ અને ઓપન કાર્ડિગનમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. આ સિવાય ફોટોશૂટની ઘણી તસ્વીરોમાં તે પારદર્શક બ્લેક ડ્રેસ અને બ્લેક બોડી કોન પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે રણવીર સિંહ ટી-શર્ટ અને જીન્સ માં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે.

Actress Deepika Padukone maternity photoshoot

- Advertisement -

દીપિકા પાદુકોણનો નકલી બેબી બમ્પ?

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના મેટરનિટી શૂટના કોમેન્ટ બોક્સમાં લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે અને તેમના પર ઘણો પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. આ મહિને દંપતી ના પ્રથમ બાળકના જન્મની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ફોટોશૂટની સાથે આ કપલ દ્વારા નકલી બેબી બંપ ની અફવાઓ ને ખોટી જાહેર કરતા તે લોકોને જવાબ આપ્યો છે જે તેમની પ્રેગનેન્સી ને ખોટી અને સરોગસી દ્વારા બાળક કરવાનો દાવો કરી રહ્યા હતા.

Actress Deepika Padukone maternity photoshoot111

- Advertisement -

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2018માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો દીપિકા છેલ્લે ‘કલ્કી 2898 એડી’ માં જોવા મળી હતી. જ્યારે રણવીર સિંહ કરણ જોહરની ‘રોકી ઔર રાણી કી પ્રેમ કહાની’ માં જોવા મળ્યો હતો. આ કપલની પાઇપલાઇનમાં ‘સિંઘમ અગેઇન’ રહેલી છે.

Share This Article
Leave a comment