Vaani Kapoor નો સર્જાયો અકસ્માત, શૂટિંગ દરમિયાન સ્કૂટી પોલીસ ની કાર સાથે અથડાયું

Amit Darji

બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી એક આશ્ચર્યચકિત કરનાર સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી વાણી કપૂર આ દિવસોમાં જયપુરમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેલી છે. એવામાં જયપુરમાં વાણી કપૂરનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. જાણકારી મુજબ, વાણી કપૂરનો અકસ્માત 17 નવેમ્બર ના રોજ સવારના સર્જાયો હતો. તે જયપુરના પરકોટાના બાપુ બજારમાં ફિલ્મથી જોડાયેલ ફરવા વાળા સીનનું શૂટિંગ કરી રહી હતી. આ સીન માટે Vaani Kapoor ને સ્કૂટી ચલાવવું પડે છે, પરંતુ શૂટિંગ દરમિયાન વાણીનું સ્કૂટી સીધુ પોલીસની કાર સાથે અથડાઈ થઈ હતું. તેના લીધે માહોલ તંગદીલ બની ગયું હતું.

વાણી કપૂર જયપુરમાં તેની ફિલ્મ અબીર ગુલાલના શૂટિંગમાં વ્યસ્ત રહેલી છે. આ ફિલ્મમાં વાણીની સાથે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન જોવા મળશે. આ મામલામાં એક નામી ચેનલના અહેવાલ મુજબ, જાણકારી મળી રહી છે કે, ફિલ્મની શૂટિંગ પ્રેક્ટિસ ચાલી રહી હતી અને વાણી સ્કૂટી ચલાવવાનું શીખી રહી હતી. આ પ્રેક્ટિસ દરમિયાન વાણીનું સ્કૂટી ત્યાં પાર્ક કરેલી પોલીસની કાર સાથે અથડાઈ ગયું હતું. આ ઘટનાથી ત્યાં થોડો સમય તંગદીલ માહોલ ઉભો થઈ ગયો હતો. સેટ પર હાજર દરેક લોકો ભયભીત થઈ ગયા હતા, પરંતુ જ્યારે ટીમ અભિનેત્રી પાસે ગઈ તો બધું બરાબર રહેલુ હતું. ફિલ્મની ટીમ દ્વારા તરત જ વાણીની સંભાળી લેવામાં આવી હતી. આ અકસ્માતમાં વાણી કપૂર ને જરાય પણ ઈજા પહોંચી નહોતી.

તમને જણાવી દઈએ કે, વાણી કપૂર દ્વારા બોલિવૂડમાં ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ થી બોલિવૂડમાં એન્ટ્રી કરવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ પણ જયપુરમાં જ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જયપુર વાણી માટે ખૂબ જ ખાસ સ્થળ રહેલું છે. આ સિવાય વાણી કપૂર વોર,  ચંદીગઢ કરે આશિકી, બેલ બોટમ, ખેલ ખેલ મેં જેવી ફિલ્મોમાં જોવા મળી છે. હવે વાણી કપૂર પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. પાકિસ્તાની કલાકારોનો ભારતમાં પ્રતિબંધ રહેલો હતો, પરંતુ હવે લગભગ આઠ વર્ષ પછી ફવાદ બોલિવૂડ સ્ક્રીન પર જોવા મળવાનો છે. આવી સ્થિતિમાં ચાહકો આ ફિલ્મ માટે ઉત્સાહિત રહેલા છે.

- Advertisement -
Share This Article
Leave a comment