Bihar ના યુવકે કતારમાં કર્યું મોટું કારનામું, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

Amit Darji

Bihar ના ગયા જિલ્લામાં રહેનાર એક યુવક દ્વારા કતારમાં પોતાના નામે મોટી સફળતા કરવામાં આવી છે. તેના દ્વારા પગપાળા સૌથી ઝડપી કતાર પાર કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવામાં આવ્યું છે. આ જાણકારી મળતા જ શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, ગયા શહેરના રામસાગર રોડ પર આવેલા નાદ્રાગંજ વિસ્તારના રહેવાસી આશુતોષ પ્રકાશ ઉર્ફે બાબુ નામના આ યુવક દ્વારા પગપાળા સૌથી ઝડપી કતાર પાર કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 30 કલાક 31 મિનિટ 32 સેકન્ડમાં કતાર દેશની ઉત્તરથી દક્ષિણ દિશા સુધી 191.7 કિલોમીટરનું અંતર કાપીને ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવેલ છે. ગયા શહેરના નાદરાગંજ વિસ્તારની સાંકડી ગલીઓમાં રહેનાર આશુતોષ પ્રકાશ અભ્યાસ કરતો હતો. જિલ્લા શાળામાંથી મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ઓરિસ્સામાંથી ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ તેઓ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા કોલકાતા ગયા હતા.

આશુતોષ પ્રકાશ ઉર્ફે બાબુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આશુતોષ દ્વારા જેટ એરવેઝમાં ટેકનિશિયન તરીકે કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 2011 માં તે રાષ્ટ્રીય એરલાઇન સાથે કામ કરવા કતાર ગયો, જ્યાં તેણે રેસિંગ શરૂ કર્યું હતું. આશુતોષ દ્વારા કોરોનાના સમયગાળા દરમિયાન લાંબા અંતરની દોડ શરૂ કરવામાં આવી હતી. આ જ ક્રમમાં આશુતોષ દ્વારા પોતાના જીવનની લાંબી સફર શરૂ કરવામાં આવી હતી. પહેલા 10 કિલોમીટર, પછી 20 કિલોમીટર, પછી 25 થી 30 કિલોમીટર દોડ લગાવી હતી. બીજી તરફ, ગયાના આશુતોષ દ્વારા 1 માર્ચ, 2024 ના રોજ 30 કલાક 31 મિનિટ અને 32 સેકન્ડમાં પોતાનું ટાર્ગેટ પૂર્ણ કરીને સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. આશુતોષ 14 વર્ષથી કતારમાં રહી રહ્યો છે. આ અગાઉ આશુતોષ દ્વારા દુબઈથી કતાર સુધીનું 739.5 કિલોમીટરનું અંતર 11 દિવસ અને 17 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના અવસર પર ગયા પહોંચ્યા બાદ ડીએમ ડો. ત્યાગ રાજન એસએમ સિનિયર એસપી આશિષ ભારતી દ્વારા આશુતોષ પ્રકાશનું સન્માન કરવામાં આવ્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- Advertisement -

જાણો કોણ-કોણ છે તેમના પરિવારના સભ્યો

આશુતોષ પ્રકાશ ઉર્ફે બાબુને ત્રણ ભાઈ અને ત્રણ બહેનો રહેલ છે. ભાઈ-બહેનમાં બાબુ સૌથી નાનો છે. મોટો ભાઈ બ્રહ્મ અવિનાશી પ્રકાશ સિંહા ઉર્ફે મુનમુન બિહાર પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત છે, જ્યારે બીજો ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. બાબુ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે પછીનો ટાર્ગેટ કનાટા બોર્ડર પાર કરવાનો છે એટલે કે હવે તે સાત હજાર પાંચસો કિલોમીટરનું અંતર પાર કરીને ફરીથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાની તૈયારીઓમાં જોડાઈ ગયા છે.

Share This Article
Leave a comment