America માં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરાશે, લાખો લોકો દેશની બહાર થઈ જશે

Amit Darji

America ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને મોટો નિર્ણય લેવાની વાત કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મારું પ્રશાસન દેશમાં ગેરકાયદેસર રૂપે વસતા પ્રવાસીઓ સામે સૈન્ય બળ નો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. તેની સાથે જરૂરીયાત પડવા પર દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે.

તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક્સ પર ટોમ ફિટોન નામના વ્યક્તિની પોસ્ટ ને રિપોસ્ટ કરવામાં આવતા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ટોમ ફિટોન દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ પોસ્ટને લઈને જાણકારી સામે આવી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી સેના દ્વારા ઘૂસણખોરોને મોટી સંખ્યામાં કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ પોસ્ટને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિપોસ્ટ કરવામાં આવી છે. તેની સાથે તેમને જણાવ્યું સાચું જણાવ્યું છે. એવાલા ટ્રમ્પની આ પોસ્ટથી સંકેત મળી રહ્યા છે કે, ઘૂસણખોરોને કાઢવા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી શકે છે.

- Advertisement -

તેની સાથે ટ્રમ્પના સીમા સુરક્ષા પ્રમુખ ટોમ હોમ ને ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, જેનો ડેમોક્રેટિક શાસિત રાજ્યો દ્વારા આ દેશનિકાલાના અભિયાનનો ઈનકાર કરવામાં આવ્યો છે. તે લોકોએ અમારા રસ્તામાંથી દૂર થઈ જવું જોઈએ. અમારા પ્રશાસન દ્વારા 4 લાખ 50 હજાર ગેરકાયદેસર પ્રવાસીઓને દેશ માંથી કાઢી મુકવામાં આવશે. આ આંકડો તે છે જેની સામે ગુનાહિત રેકોર્ડ રહેલો છે.

જ્યારે ટોમ હોમ દ્વારા પોતાના વ્યક્તિગત સીમા સુરક્ષા ના અનુભવને લઈને જણાવવામાં આવ્યું છે કે, સીમા સુરક્ષા એજન્ટો દ્વારા હવે ગેરકાયદેસર પ્રવાસીઓને રોકવા ને બદલે તેઓ બસ ટ્રાવેલ એજન્ટ ની જેમ કામ કરતા દેખાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવાસીઓ કોઈપણ અડચણ વગર અમેરિકા મોકલવામાં આવે છે, તેમને ફ્રી પ્લેન ટિકિટ, હોટેલ અને સ્વાસ્થ્ય સેવાઓ પણ અપાઈ છે. તેમ છતાં લાખો અમેરિકન નાગરિકો આર્થિક સંકટનો સામનો કરવાનો આવી રહ્યો છે.

- Advertisement -

તેની સાથે તાજેતરના આંકડા મુજબ, અમેરિકામાં દર ચોથો પ્રવાસી ગેરકાયદેસર રહેલો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના આંકડાથી જાણકારી મળી છે કે, 2020 પછી દેશમાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Share This Article
Leave a comment