ઉત્તર પ્રદેશમાં ડાન્સ ટીચરને Lawrence Bishnoi ગેંગનો સભ્ય ગણાવી યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી

Amit Darji

ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશના એક ડાન્સ ટીચર દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેને એક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિ પોતાને Lawrence Bishnoi ગેંગનો સભ્ય ગણાવવામાં આવ્યો છે.

આ મામલામાં મહિલા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વ્યક્તિ દ્વારા પોતાને એક ખતરનાક ગેંગનો સભ્ય ગણાવવામાં આવ્યો હતો. તેના દ્વારા ઘણા દિવસોથી મહિલાને ધમકીઓ આપવામાં આવી રહી હતી. મહિલા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તે વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, “તે 25 મહિલાઓ પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી ચુકેલ છે. અને તે તેને આગામી શિકાર બનાવવાનો છે.”

તમને જણાવી દઈએ કે, મહિલા બસ્તીના કોતવાલી વિસ્તારની પ્રખ્યાત ડાન્સ ટીચર રહેલી છે. તેના દ્વારા YouTube પર ડાન્સ ટ્યુટોરિયલ્સ પણ શેર કરવામાં આવે છે. તે વ્યક્તિ દ્વારા તેને ફોન કરવા માટે અનેક ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા સમાચાર એજન્સી પીટીઆઈને જણાવવામાં આવ્યું છે કે, “અમને ડાન્સ ટીચર તરફથી ધમકીઓ અંગે ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. આ મામલામાં પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે, શિવસેનાના હરિયાણા પ્રભારી વિક્રમ સિંહ દ્વારા સાયબર પોલીસમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાનો દાવો કરનાર વ્યક્તિ તરફથી ધમકીભર્યો ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફોન કરનાર દ્વારા પોતાની ઓળખ રોહિત ગોદારા તરીકે આપવામાં આવી હતી અને બિઝનેસમાં હિસ્સો માંગવામાં આવ્યો હતો.

વિક્રમ સિંહ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ અનુસાર, તેમને 11 નવેમ્બરના રોજ બપોરના ત્રણ વાગ્યાના યુકેના એક નંબર પરથી વોટ્સએપ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો. જેમાં કોલ કરનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય રહેલ છે અને તેમના બિઝનેસમાં હિસ્સો માંગવામાં આવ્યો હતો.

- Advertisement -
Share This Article
Leave a comment