Surat માં એમબીબીએસની ઇન્ટનશિપ કરનાર 25 વર્ષીય તબીબે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

Amit Darji

રાજ્યમાં આપઘાતની ઘટનાઓ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે. Surat નવી સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ઇન્ટર્નશીપ કરનાર તબીબ દ્વારા આપઘાત કરી લેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના અડાજણના સાંઈ જ્યોત રો હાઉસમાં રહેનાર 25 વર્ષીય રાહુલ ચંદાની દ્વારા પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે. જ્યારે રાહુલ દ્વારા ક્યા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તેને લઈને કોઈ કારણ સામે આવ્યું નથી. રાહુલ ઘરમાં એકલો રહેલો હતો. તે સમયે તેના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

તેની સાથે જણાવી દઈએ કે, એમબીબીએસની ઇન્ટર્નશીપ કરનાર રાહુલ ચંદાની દ્વારા ક્યા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં પરિવારજનો દ્વારા પણ રાહુલના આપઘાતને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી. જ્યારે આશાસ્પદ તબીબના અચાનક આપઘાતને લઈને પોલીસે અલગ-અલગ એન્ગલથી તપાસ શરુ કરી છે.

- Advertisement -

 

Share This Article
Leave a comment