Andhra Pradesh માં દવાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 15 લોકોના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત

Amit Darji

Andhra Pradesh ના અનાકાપલ્લે જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ જિલ્લામાં એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્ફોટમાં 15 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 40 લોકોને ઈજા પહોંચી છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, દુર્ઘટના સમયે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે Andhra Pradesh ના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા અચ્યુતાપુરમ ફાર્મા કંપની અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને લઈને અનાકાપલ્લે જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાના અચ્યુતાપુરમ સ્થિત એસેન્શિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરના 2:15 વાગ્યે આગની ઘટના લાગી હતી. ફેક્ટરીમાં બે શિફ્ટમાં 381 કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવે છે. આ વિસ્ફોટ લંચ સમયે સર્જાયો હતો. તેના લીધે સ્ટાફની હાજરી ઓછી રહેલી હતી.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધમાકો ઇલેક્ટ્રિકલ સંબંધિત હોવાની આશંકા રહેલી છે. 40 ઈજાગ્રસ્ત લોકોને અનાકાપલ્લે અને અચ્યુતાપુરમની અનેક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગ છ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરીમાં હાલમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન Andhra Pradesh ના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કંપનીમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યના જનસંપર્ક વિભાગ દ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આવતીકાલના અનાકાપલ્લે જિલ્લાના અચ્યુતાપુરમની મુલાકાત લેવાના છે. તેની સાથે ફાર્મા કંપની અકસ્માતમાં મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારોને મળવાના છે. સીએમ નાયડુ અકસ્માત સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.

- Advertisement -
Share This Article
Leave a comment