13 વર્ષના Vaibhav Suryavanshi ને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો, જાણો કોણ છે આ ક્રિકેટર?

Amit Darji

સાઉદી અરેબિયાના જેદ્દાહ માં IPL મેગા ઓક્શન થયું હતું. જેમાં આજે બિહારના 13 વર્ષના ખેલાડી Vaibhav Suryavanshi ને રાજસ્થાન રોયલ્સ દ્વારા 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. તેની સાથે તે આઈપીએલ ઇતિહાસનો સૌથી યુવા મોંઘો ખેલાડી પણ બની ગયો છે.

તમને જણાવી દઈએ કે, બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ના રહેવાસી 13 વર્ષના ખેલાડી Vaibhav Suryavanshi ને રાજસ્થાન રોયલ્સ દ્વારા 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની બેઝ પ્રાઈઝ 30 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. તે પ્રથમ વખત IPL માં રમતા જોવા મળવાનો છે.

વૈભવ સૂર્યવંશી ની વાત કરીએ તો તે તાજેતરમાં ભારતની અંડર-19 ટીમમાં રમતો જોવા મળ્યો હતો. જ્યાં તેના દ્વારા ઓસ્ટ્રેલિયા A સામે શાનદાર સદી ફટકારવામાં આવી હતી. વૈભવ સૂર્યવંશી દ્વારા માત્ર 62 બોલમાં 104 રનની ઇનિંગ રમવામાં આવી હતી.

- Advertisement -

વૈભવ સૂર્યવંશી ની વાત કરીએ તો તે IPL ઓક્શન માં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી માંથી એક હતો. આ ઓક્શનમાં કરોડપતિ બનનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. વૈભવ સૂર્યવંશી ની ક્રિકેટ સફર પ્રેરણાદાયી રહેલ છે. તેનો જન્મ બિહારના તાજપુર ગામમાં થયેલ હતો અને તે ખૂબ જ નાની ઉંમરમાં તેનામાં ક્રિકેટનો અતુટ પ્રેમ જોવા મળી રહ્યો હતો.

તેની સાથે ચાર વર્ષની ઉંમરમાં જ ક્રિકેટ રમવાની શરૂઆત કરનાર વૈભવ દ્વારા પોતાની મહેનતથી ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. તેના ખેડૂત પિતા સંજીવ સૂર્યવંશી તેમના પુત્રના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને ઓળખતા અને સમર્થન આપી રહ્યા હતા. આ કારણોસર ઘરની પાછળ એક નાનકડું રમતનું મેદાન બનાવવામાં આવ્યું હતું જ્યાં વૈભવ દ્વારા દરરોજ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી.

- Advertisement -

 

Share This Article
Leave a comment